• Messengers of meghdoot

  • Mount Meghdoot

    Mount Meghdoot

    Logo Of Mount Meghdoot, Courtesy Vishal Jethva

  • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

    Join 1,025 other subscribers
  • The Meghdoot History

  • Meghdoot Calendar

    April 2014
    M T W T F S S
     123456
    78910111213
    14151617181920
    21222324252627
    282930  
  • People till date enjoyed our raindrops

    • 47,296 times
  • Live Traffic

  • Tweetdrops

  • Add us on Google Plus

  • Mount Meghdoot on Facebook

  • Top Clicks

    • None

બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે…

Sweet dreams are made of these
Who am I to disagree?
Travel the world and the seven seas
Everybody’s looking for something

Some of them want to use you
Some of them want to get used by you
Some of them want to abuse you
Some of them want to be abused

Sweet dreams are made of these
Who had a mind to disagree?
Travel the world and the seven seas
Everybody’s looking for something

Some of them want to use you
Some of them want to get used by you
Some of them want to abuse you
Some of them want to be abused

I wanna use you and abuse you
I wanna know what’s inside you
Moving on, moving on
Moving on, moving on
Moving on, moving on
Moving on

Sweet dreams are made of these
Who am I to disagree?
Travel the world and the seven seas
Everybody’s looking for something

Some of them want to use you
Some of them want to get used by you
Some of them want to abuse you
Some of them want to be abused

I’m gonna use you and abuse you
I’m gonna know what’s inside
Gonna use you and abuse you
I’m gonna know what’s inside you…

સકર પંચનું આ ગીત મગજના એક ખૂણામાં વાગે છે જયારે “હાઈવે” ની આલિયા ભટ્ટ એની કારકિર્દીનું ટર્નીંગ પરફોર્મન્સ આપે છે. આ લખાય છે ત્યારે ‘2 સ્ટેટ્સ’ રીલીઝ થઇ ચુક્યું છે જેમાં પણ આલિયાનું દમદાર પરફોર્મન્સ ‘હાઈવે’ વખતે થયેલી ફીલિંગને સાચી ઠેરવે છે કે આલિયાનો માસુમ ચહેરો એની અંદરના એક્ટરને છુપાવી રાખવામાં મદદરૂપ થાય છે, બાકી આ જ્વાળામુખી થોડા થોડા ટાઈમે આવા તિખારા આપ્યા કરશે. ‘સકર પંચ’ની બેબીડોલ અને ‘હાઈવે’  ની આલિયા ઘરથી દુર સુદૂર મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાની ફેન્ટેસીને જીવવાની શરૂઆત કરે છે અને આ બેય પાત્રો આ પોઈન્ટ પર એકાકાર થઇ જાય છે. સિનેમા હોલ અને ‘હાઈવે’ ની વચ્ચે ઘુમરીઓ ખાતું મગજ ત્યારે શાંત બની જાય છે.

શા માટે દુનિયામાં લુચ્ચાઈપૂર્ણ ડાહ્યા/વેવલા/જી-હજુરિયાવેડા ખદબદે છે? શા માટે થોડા ક્રેક/થોડા મસ્તીખોર થવું સલાહભર્યું નથી? અંતે કોના માટે આપણે જીવવાનું છે? પરિવાર-મિત્રો-પતિ-પત્ની-સગા-કોના માટે? કે પછી એકલા ચોલો રે ની જેમ અંદરની સફર એકલા જ તય કરવાની છે?કોઈના સાથ વગર-પડતા આખડતા-ધૂળ ખંખેરી ઉભા થતા? પ્રશ્નો જુના છે, ઉત્તરો ગોળ ગોળ. આપણા અનુભવોની પર્ત દિમાગ પર ખરેખર ચડે છે કે અલ્ટીમેટ સફરમાં માત્ર સ્વ ના અહેસાસ સાથે ચાલતા રહેવાનું છે?

કીડી-મંકોડાની જેમ જ જો ચાલતા-ખોરાક શોધતા-ભૂખ મિટાવતા-સંવનન પ્રજનન કરતા-જીવતા-મૃત્યુ પામતા રહેવાનું હોય તો આ વિચારશક્તિ-આ અલ્ટીમેટ ખોજ માટે કેમ સતત  કોઈ અદ્રશ્ય ફોર્સ ખેચી રહ્યું છે? યે કૌન ચિત્રકાર હૈ જેણે આ આગ સળગતી રાખી છે? કદાચ અનંત જન્મોની રાખ એના પર ચડી ગઈ છે એટલે કદાચ શરૂઆતમાં એને ઉડાડતા તકલીફ પડે છે. કયા બિંદુએ ઇનર પીસ અને આત્મસાક્ષાત્કાર એકમેકમાં ઓગળી જાય છે? બેબીડોલ માટે સ્વીટ પી માટેનું સેક્રીફાઈસ અને હેરી માટે એની માતાનું સેક્રીફાઈસ કદાચ સરખા છે, અને મહાવીરનું મીરાં માટેનું બલિદાન અહિયાં ખાંડની જેમ ઓગળે છે. એ પોઈન્ટ પર મીરાંને ઇનર પીસની અનુભૂતિ થાય છે. શાંત,સૌમ્ય અને સ્થિર. પણ એ પ્રાપ્ત થવા સુધીનો માર્ગ ઉબડખાબડ છે. પહેલા એમાં તમારો માંહ્યલો વલોવાય છે, પછી ચીરાય છે, કશુક મૂળ સોતું ઉખડે છે, કશુક કાયમ માટે બહાર આવી જાય છે અને કશુક કાયમ માટે પાછળ છૂટી જાય છે. પછી અંદર શાંતિ થઇ જાય છે. તોફાન શાંત પડી ગયા પછીની શાંતિ. સ્તબ્ધ અને સુનકારભરી નીરવતા.

કોઈને તમારી જરૂરત છે અને કોઈ પોતાનો તમારા દ્વારા ઉપભોગ થાય એવી ઈચ્છા રાખે છે. આ બે અંતિમો છે લાઈફના. જરૂરિયાત અનેકરૂપી હોઈ શકે. ઉપભોગો પણ અનેક છે. પણ તમે ક્યાંક ખોવાયા છો. વાસ્તવિકતાની જેલમાં. હા, વાસ્તવિકતાથી ઉપર એક દુનિયા હશે. એ છે ઈમેજીનેશનની દુનિયા.તમારી દુનિયા જેમાં તમે તમારી મરજીના ખરેખર માલિક છો. જ્યાં દુનિયાનું કોઈ બંધન નથી, કોઈ બોર્ડર નથી. ઈમેજીનેશન ઘૂંટાય ત્યારે બે રસ્તા પડે છે. કા તો એ ફેન્ટેસી બનીને રહી જાય છે, કા એ રીયાલીટી પર હાવી થવા મથે છે.

અંદર ઝાંખવું એટલે? બકૌલ વિપશ્યના, તમારી અંદર ઉતરો એટલે લાંબી કતાર લઈને ઉભેલા તમારા ઈમોશનલ લોચા, તમારી મેમરી સાથે બહાર આવે છે કેમકે જયારે તમે કશુક યાદ કરો છો ત્યારે મેમરીમાં એ યાદની વર્ડની રીકવરી ફાઈલની જેમ માત્ર કોપી બને છે જે ઓરીજીનલ યાદ જેવી જ હોય છે, પણ હોતી નથી. એટલે એ ભૂંસાતી નથી. અંદર ઝાંખો ત્યારે એવી કોપીસ તો બહાર નીકળે જ છે, એની સાથે એનું ઈમોશનલ વેઇટ પણ બહાર નીકળે છે. તમારી પર હાવી થવા જાય છે. તમારે ખાલી એને એક જ સવાલ પૂછવાનો છે- ‘ શું તું એ જ યાદ છે જેને મેં આટલું મહત્વ આપીને ફોલ્ડરમાં સેવ કર્યું હતું? ‘ આ સવાલ એનું ઈમોશનલ વેઇટ ઘટાડીને તમારા મનને હળવુંફૂલ કરી મુકે છે.

બેબીડોલ હોય કે હેરી-વોલ્ડેમોર્ટ લડાઈ, આ સવાલ બધાએ પૂછ્યો છે. આલિયા પણ પૂછે છે અને ચહેરો અલૌકિક શાંતિથી છવાઈ જાય છે. જેડ્ડાઈ માસ્ટર યોડા યાદ આવ્યા? 😉

પાપીની કાગવાણી:

દરેક મુળિયાને સતત અંધકાર જોઈએ છે.

– આઈચેક ડેનીસન

ટાઈટલ ક્રેડીટ- નરસિંહ મહેતા

Leave a comment

Leave a comment